ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની અધ્યક્ષતામાં ઉજવાયો વીર બાળ દિવસવાંકાનેર : 26 ડિસેમ્બરના રોજ વાંકાનેર શહેરની ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની અધ્યક્ષતામાં વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગુરુ ગોવિંદસિંહજીના પુત્રો સાહિબજાદા બાબા જોરાવરસિંહજી અને બાબા ફતેહસિંહજીના અમર બલિદાનને યાદ કરવામાં આવ્યું હતું. વીર બાળ દિવસ નિમિત્તે ગર્લ્સ હાઈસ્કૂલમાં વકૃત્વસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સ્પર્ધામાં ભાગ લેનાર બાળાઓને ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રથમ ક્રમે આવનાર બાળાને રૂપિયા 2100, બીજા ક્રમે આવનાર બાળાને રૂપિયા 1500, ત્રીજા ક્રમે આવનાર બાળાને રૂપિયા 1100, તેમજ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ બાળાઓને રૂપિયા 501 રૂપિયા આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. તેમજ ગર્લ્સ હાઈસ્કૂલની જરૂરિયાત મંદ વિદ્યાર્થિનીઓને 60 જોડી સ્કૂલ યુનિફોર્મ ડ્રેસ આપવામાં આવ્યા હતાં. આ સાથે શાળાઓની 600 કરતાં વધારે બાળાઓને ગરમાગરમ લીલવા કચોરીનો નાસ્તો કરાવવામાં આવ્યો હતો. આ તકે વાંકાનેર શહેર અને તાલુકાનાં ભારતીય જનતા પાર્ટીના સમર્પિત કાર્યકર્તાઓએ ઉત્સાહભેર બહોળી સંખ્યામાં હાજરી આપી હતી.