મોરબી : ઘણી વિકટ પરિસ્થિતિમાં પણ અથાગ પરિશ્રમ કરી પોતાની જિંદગી અને કુટુંબની જવાબદારી નિભાવવા સખત મહેનતથી મોરબીના રક્ષિત ભરતભાઇ પંડ્યા હાલમાં જ લેવાયેલ CA ફાઇનલની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે.ભરતભાઈ મનસુખલાલ પંડયા (નિવૃત્ત જેટકો) અને પ્રફુલાબેન ભરતભાઈ પંડયાના પુત્ર રક્ષિતે આ સફળતા મેળવી સમસ્ત બ્રહ્મસમાજનું ગૌરવ વધાર્યું છે. તેના અને પંડ્યા પરિવાર ઉપર ઠેર ઠેરથી અભિનંદન વર્ષા થઈ રહી છે.