વધુ એક આરોપીની ધરપકડ કરી 4 દિવસના રિમાન્ડ ઉપર લેવાયોવાંકાનેર : તાંત્રિક નવલસિંહ સાથે મળીને એક યુવતીની હત્યા કરી લાશના કટકા કરી તેને વાંકાનેર નજીક દાટી દેવાના પ્રકરણમાં પોલીસે વધુ એક આરોપીને ઝડપી લઈ તેને વાંકાનેર પાસે લઈ આવી ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાવ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર તાંત્રિક વિધિના નામે લોકોને સોડિયમ નાઇટ્રેટ પીવડાવી મોતને ઘાટ ઉતારી દેતા મૂળ સુરેન્દ્રનગરના વઢવાણના વતની અને અમદાવાદમાં રહેતા નવલસિંહ કનુભાઈ ચાવડા નામના કહેવાતા ભુવાએ તેની પ્રેમિકા નગ્માની હત્યા કરી હતી. નગમાને મૃતક ભુવા નવલસિંહ સાથે પ્રેમ હોય લગ્ન કરવા દબાણ કરતી હોય પરંતુ ભુવો લગ્ન કરવા માંગતો ન હોય વઢવાણ ખાતે બોલાવી સોડિયમ નાઈટ્રેટ પાવડર પીવડાવી બેભાન કરી મોતને ઘાટ ઉતારી બાદમાં લાશના ટુકડા કરી કોથળામા પેક કરી ગાડીમાં વાંકાનેરના ધમલપર ગામે લાવ્યો હતો. જ્યાં અગાઉથી ખાડો ખોદાવી રાખ્યો હોય લાશને દાટી દીધી હતી. આ બનાવમાં ભુવાને ત્રણ લોકોએ મદદ કરી હોય ભુવા સહિત 4 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે પૈકી ભુવાના પત્ની સોનલબેન ચાવડા અને ભાણેજ શક્તિરાજ ચાવડાની પોલીસે અગાઉ ધરપકડ કરી હતી. ત્યારબાદ જીગર ભનુભાઈ ગોહિલ ય.વ.34 રહે.ક્રુષ્ણકુંજ સોસાયટી, નિકોલ, અમદાવાદવાળાની પોલીસે ધરપકડ કરી 4 દિવસની રિમાન્ડ ઉપર લીધો હતો. આ દરમિયાન પોલીસે તેને વાંકાનેર લઈ આવી ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાવ્યું હતું.