હળવદ : દેશના પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહનું નિધન થયું છે ત્યારે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય શોક પાળવામાં આવી રહ્યો છે. જેના કારણે હળવદમાં આવતીકાલે તારીખ 28 ડિસેમ્બરના રોજ યોજાનાર કોંગ્રેસના સ્થાપના દિવસ નિમિત્તેનો કાર્યક્રમ રદ્દ કરી દેવામાં આવ્યો છે. મહત્વનું છે કે, 28 ડિસેમ્બરે કોંગ્રેસ સ્થાપના દિવસ નિમિત્તે હળવદમાં કોંગ્રેસ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે ડો. મનમોહન સિંહના નિધનને પગલે આ કાર્યક્રમ રદ્દ કરી દેવામાં આવ્યો હોવાનું મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ જણાવ્યું છે.