અમદાવાદ, વલસાડ સહિતના વિસ્તારોમાં માવઠું પડ્યુંમોરબી : મોરબીમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. પરિણામેં લોકોને આખો દિવસ સ્વેટર અને મફલરમાં લપેટાયા રહેવું પડતું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી જાહેર કરવામાં આવી હતી. જેની અસરના ભાગરૂપે ગઈકાલે અમદાવાદ અને વલસાડ સહિતના વિસ્તારોમાં માવઠું પડ્યું હતું. તો મોરબી જિલ્લામાં ગઈકાલથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સૂર્ય નારાયણ વાદળોથી ઢંકાઈ ગયા હોય ઠંડીનું પ્રમાણ પણ વધ્યું છે. જેને લીધે લોકો ટાઢથી બચવા માટે આખો દિવસ સ્વેટર, સાલ અને મફલરનો સહારો લઈ રહ્યા છે. વહેલી સવારના ઠંડીને લીધે જનજીવનને પણ અસર થઈ છે.