મોરબી : મોરબીમાં આજરોજ તા. 27-12-2024ના રોજ સ્ત્રી સુરક્ષા સંગઠન દ્વારા તપોવન વિદ્યાલય ખાતે વિદ્યાર્થિનીઓને મહિલા સુરક્ષા, મહિલાઓને લગતા કાયદા તથા સ્વરક્ષણ માટે ક્યાં-ક્યાં પ્રકારના પગલાં લેવા તે અંગે જાણકારી પૂરો પાડતો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સ્ત્રી સુરક્ષા સંગઠનના સંસ્થાપક દેવાંશભાઇ હિરાણી, હિંદુ યુવા વાહિનીના મોરબી જિલ્લા પ્રમુખ કે. બી. બોરીચા, સ્ત્રી સુરક્ષા સંગઠનના મોરબી પ્રમુખ યુગભાઈ પૂજારા તથા મોરબી સંયોજક કાવ્ય ભાઈ કવૈયા, મોરબીએ ડિવિઝન શી ટીમના પૂનમબેન ચૌધરી તથા આનંદભાઈ દેવગમા હાજર રહ્યા હતા.