મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજ રોજ તારીખ 27 ડિસેમ્બરે 1946 ક્વિન્ટલ એટલે કે 9730 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના આજે સૌથી ઉંચા ભાવ 1521 બોલાયા છે. મોરબી માર્કેટિંગ યાર્ડમાં કપાસ ઉપરાંત 131 ક્વિન્ટલ ઘઉંની પણ આવક થઈ છે. ઘઉંના પ્રતિ મણ સૌથી ઉંચા ભાવ 699, તલના 2382, જીણી મગફળીના ભાવ પ્રતિ મણ 1100 સુધી ભાવ બોલાયા છે. આ ઉપરાંત જીરુંના 4364, સીંગફાડાના 1117, ચણાના 1238, અને એરંડાના 1204 રૂપિયા ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 900 રૂપિયા, રીંગણાના 240 રૂપિયા, કારેલાના 700 રૂપિયા, ગુવારના 1600 રૂપિયા, ભીંડાના 800 રૂપિયા, ટામેટાના 540 રૂપિયા, કોબીજના 160 રૂપિયા, કાકડીના 540 રૂપિયા, લીંબુના 800 રૂપિયા, દુધીના 240 રૂપિયા અને સુક્કી ડુંગળીના 340 રૂપિયા ભાવ બોલાયા છે.