મોરબી : મોરબી આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્રમાં ગુજકોસ્ટ દ્વારા stem Quiz 3.0 યોજાઇ હતી. જેમાં ઓરપેટ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓની તાલુકાના ટોપ 10 વિદ્યાર્થીઓમાં પસંદગી થવા પામી છે. જેમાંથી ઝોનલ કક્ષાની ક્વિઝમાં બારૈયા પ્રિયંકાની પસંદગી તથા ટંકારા તાલુકા કક્ષાએ ટોપ 4 વિદ્યાર્થીનીઓ બારૈયા પ્રિયંકા, ગોસાઈ આરતી, આદ્રોજા ધ્રુવી વિજેતા થયા છે. જેઓ હવે રાજ્ય કક્ષાની અમદાવાદ સાયન્સ સેન્ટર મુકામે યોજાનાર ક્વિઝ રમવા જશે. ગુજકોસ્ટ દ્વારા પ્રથમ ક્રમે આવનાર બારૈયા પ્રિયંકાને ટેબ્લેટ અને પછીના ક્રમે આવનાર વિદ્યાર્થીનીઓને 3D પ્રિન્ટર, 5 અને 6 ક્રમે આવનાર વિદ્યાર્થીનીઓ ઝાલા ક્રિષ્નાબા અને ફૂલતરિયા નેન્સીને ટેલિસ્કોપ તથા ત્યારપછીના ક્રમે આવનાર કાકનીયા આર્યા ,ભાગિયા નેન્સી , એરવાડિયા બંસીને AI ટૂલ કિટ પુરસ્કાર રૂપે પ્રાપ્ત કરેલ છે. આ સિદ્ધિ બદલ આર્ય ભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર મોરબીના સંચાલક દીપેનભાઈ ભટ્ટ તથા ઓરપેટ શાળા અને ટ્રસ્ટ પરિવાર ગૌરવની લાગણી અનુભવે છે.