મોરબી : મોરબીમાં રાવળદેવ સમાજ દ્વારા પંચમુખી હનુમાન મંદિર, વેજીટેબલ રોડ, સામાકાંઠે આગામી તા.29ને રવિવારના રોજ રતનદાસ બાપુની પુણ્યતિથિ નિમિત્તે સ્નેહમિલન સમારોહ યોજવામાં આવશે. જેમાં બપોરે 3થી 5 રાસ ગરબા, સાંજે 5:30 થી 6 મહા આરતી, સાંજે 6:15થી 7:30 તેજસ્વી તારલાઓનું સન્માન, રાત્રે 8 કલાકે મહાપ્રસાદ યોજાશે. આ કાર્યક્રમને સફળ બનાવવા રાવળદેવ યુવા સંગઠન દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.