મોરબી : મોરબીમાં તા. 21 જાન્યુઆરીના રોજ જગતગુરુ શ્રી રામાનંદાચાર્યજી મહારાજની 725મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવશે. જે નિમિતે આગામી તારીખ 12 જાન્યુઆરીના રોજ સવારે 9:30 કલાકે શ્રી રામાનંદ ભવન, રામઘાટ મોરબી ખાતે મિટીંગ યોજાશે. આ મિટીંગમાં જગતગુરુ શ્રીની જન્મ જયંતીની ઉજવણીના કાર્યક્રમ અંગે અને પ્રમુખ સ્થાનેથી રજૂઆત કરવામાં આવશે. ત્યારે આ દરમ્યાન આ મિટીંગમાં મોરબી અને માળિયા વિસ્તારમાં વસતા રામાનંદી સાધુ સમાજના જ્ઞાતિબંધુઓને ઉપસ્થિત રહેવા જણાવવામાં આવ્યું છે.