બાઇક એક વ્હીલ ઉપર ચલાવીને રોલા પાડવા યુવકને ભારે પડ્યા : સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા પોલીસે હાથ ધરી કાર્યવાહીhttps://youtube.com/shorts/xpxEL_wbAU8?feature=shareમાળિયા : માળિયા મિયાણામાં બાઇક સ્ટંટ કરી તેનો વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ કરનાર શખ્સને પોલીસે પકડી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને કાયદાના પાઠ ભણાવ્યાં છે. પ્રાપ્ત વિગતો અનુસાર માળિયા મિયાણાના ખાખરેચી ગામના ધર્મેશભાઈ ઘનશ્યામભાઈ ધંધાણીયા નામના 19 વર્ષના યુવાને બાઇક એક વ્હીલ ઉપર ચલાવી સ્ટંટ કરી તેનો વિડીયો સોશિયલ મીડિયામાં મુક્યો હતો. આ વીડિયો વાયરલ થતા પોલીસના ધ્યાને આવ્યો હતો. જેથી પોલીસે આ શખ્સને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.આ કામગીરીમાં માળીયા મિયાણા પોલીસ મથકના પીએસઆઈ ડી.કે.જાડેજા, હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ આલ, કોન્સ્ટેબલ ભરતભાઈ ચરમટા તથા રાયમલભાઈ શિયાર રોકાયેલ હતા.