ઓચિંતી તબિયત બગડતા દિલ્હી એઇમ્સમાં કરાયા હતા દાખલ : 92 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસમોરબી : પૂર્વ વડાપ્રધાન અને મોટા ગજાના અર્થશાસ્ત્રી એવા ડો.મનમોહન સિંઘનું આજે રાત્રે અવસાન થયું છે. ઓચિંતી તેમની તબિયત બગડી ગયા બાદ તેઓનું નિધન થયું હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન થયું છે. આજે ગુરુવારે રાત્રે તેમની તબિયત અચાનક બગડી હતી. તેમને દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. કર્ણાટકના બેલગાવીમાં ચાલી રહેલી કોંગ્રેસ વર્કિંગ કમિટિની બેઠક રદ કરવામાં આવી છે. આ ઉપરાંત 27 ડિસેમ્બરે યોજાનાર તમામ કાર્યક્રમો પણ રદ કરવામાં આવ્યા છે. રાહુલ ગાંધી અને પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે બેલગાવીથી દિલ્હી જવા રવાના થયા છે.એઇમ્સની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. પ્રિયંકા ગાંધી એઈમ્સ પહોંચ્યા છે. સોનિયા ગાંધી પણ થોડીવારમાં હોસ્પિટલ પહોંચી રહ્યા છે.