મોરબી : માળિયા મિયાણા અને હળવદ તાલુકાના રણ વિસ્તારોમાં અગરીયાઓ માટે પીવાના પાણીની સુવિધા મામલે અગરીયા હિતરક્ષક મંચ- મોરબી દ્વારા ધારદાર રજુઆત કરવામાં આવતા અંતે અગરિયા પરિવારો માટે પીવાના પાણીના ટેન્કરો શરૂ કરવામાં આવ્યા છે.અંતરિયાળ રણ વિસ્તારમાં મીઠું પકવતા અગરિયા સમાજ માટે ચાલુ વર્ષે પાણીની સુવિધા ન મળતા અગરિયા હિતરક્ષક મંચના મારૂતસિંહ બારૈયાએ મોરબી જિલ્લા પાણી પુરવઠા બોર્ડના નાયબ કાર્યપાલક ઈજનેર વાકાણી, હળવદ તાલુકાના નાયબ કાર્યપાલક ઈજનેર ચૌહાણભાઈ તેમજ માળિયા તાલુકાના નાયબ કાર્યપાલક ઈજનેર વર્માને મોરબી જિલ્લાના માળિયા તાલુકાના રણ વિસ્તારોમાં અને હળવદ તાલુકાના રણ વિસ્તારોમાં અગરીયા ભાઈઓ માટે પીવાના પાણીના ટેન્કરો શરૂ કરવા રજુઆત કરી હતી જેને પગલે પાણીના ટેન્કરો શરૂ થયા છે. પાણીના ટેન્કરો શરૂ થવાથી અગરીયા ભાઈઓમાં આનંદની લાગણી છવાઈ હોવાનું તેમને અંતમાં જણાવ્યું હતું.