મોરબી : મોરબીના સાર્થક વિદ્યામંદિર ખાતે 24 અને 25 ડિસેમ્બરના રોજ બિઝનેસ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નૈતિક ચકુભાઈ વારનેશીયાએ ફૂડ સ્ટોલમાં ભાગ લીધો હતો. જેમાં તેણે વડાપાંઉનું વેચાણ કર્યું હતું. આ દરમિયાન નૈતિકે સ્ટોલ પર ચોખ્ખાઈનું ધ્યાન રાખ્યું હતું અને ગ્રાહકો સાથે સારું વર્તન કરી સારો વેપાર કર્યો હતો. જેથી સાર્થક વિદ્યામંદિર દ્વારા નૈતિકને પ્રથમ નંબરે વિજેતા જાહેર કરવામાં આવ્યો હતો