ચકમપર : હનુમાન ગઢી જીવાપર ચકમપર ગામ ખાતે સરસાવાડીયા પરિવાર દ્વારા સ્નેહમિલન અને રુદ્રયજ્ઞ પ્રસંગે સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ બ્લડ ડોનેશન કેમ્પમાં 65 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. સરસાવાડીયા પરિવારે સ્નેહમિલનમાં રક્તદાન કેમ્પનું આયોજન કરી સમાજને અને યુવાનોને પ્રેરણા આપી હતી. રક્તદાન કેમ્પને સફળ બનાવવામાં ભરતભાઈ, ભાવેશભાઈ, જયંતીભાઈ, ધીરુભાઈ, ગોવિંદભાઈ, જયદીપભાઈ, હરિલાલભાઈ, મહેશભાઈ સરસાવડીયા અને સમગ્ર સરસાવડીયા પરિવાર જહેમત ઉઠાવી હતી. સંસ્કાર બ્લડ સેન્ટરના પ્રેરક પૂજ્ય પ્રેમસ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ આયોજકો, રક્તદાતાઓ, સરસાવડીયા પરિવાર અને જીવાપર ગામનો આભાર માન્યો હતો.