યુવતીના પિતાએ અજય લોરીયા સહિતના લોકોએ માર માર્યાનો કર્યો આક્ષેપ : રૂ.2 કરોડની માંગણી થઈ હોય તેવું એકપણ પ્રુફ જાહેર કરવાની અજય લોરીયાની ચેલેન્જhttps://youtu.be/gTttcdN7BDUમોરબી : મોરબીના વાઘપર ગામની યુવતીના છૂટાછેડા માટે અજય લોરીયાએ રૂ.2 કરોડ માંગીને ધમકી આપી હોવાનો યુવતીના સસરાએ વિડીયો વાયરલ કર્યો હતો. જેના જવાબમાં અજય લોરીયાએ પણ સ્પષ્ટતા જાહેર કરી છે. તેઓના જણાવ્યા અનુસાર આ આક્ષેપો પાયા વિહોણા છે.યુવતીના સસરા ગોપાલભાઈ મેરજાએ એવા આક્ષેપ કર્યા કે તેઓ સિનિયર સીટીઝન છે. પુત્ર અને પુત્રવધુ ડીસા રહેતા હતા. છેલ્લા ઘણા સમયથી પુત્રવધુ રિસામણે છે. અજય લોરીયા અને તેના સાગરીતો અમારા ઘરે આવ્યા હતા. મારી પત્ની એકલી હતી. ત્યારે તેને દરવાજો ન ખોલતા 181 ટિમને બોલાવી દરવાજો તોડવા કહ્યું હતું. આ દરમિયાન 181 ટીમે પણ કહી દીધું હતું કે દરવાજો અમે ન તોડી શકીએ. બાદમાં આ મામલે અમે એ ડિવિઝન પોલીસમાં અરજી આપી હતી. અરજી આપી તેઓ પરત ઘરે ફરતા અજય લોરીયા અને તેના સાગરીતો ઘરનો દરવાજો તોડી અંદર પ્રવેશીને બેઠા હતા. ત્યારબાદ તેઓ અમને શેરીમાં લઇ ગયા હતા. જ્યાં તેઓએ ઢીકા પાટુનો માર માર્યો હતો અને મારા પત્નીને પણ ફડાકા ઝીંક્યા હતા. તેઓએ સમાધાન માટે રૂ.2 કરોડની માંગણી કરી હતી અને ધમકી આપી હતી. આ મામલે એ ડિવિઝન પોલીસના ફરીથી રૂબરૂ રજૂઆત કરી હતી. પણ પોલીસે ફરિયાદ લીધી નથી. જ્યારે ત્યારબાદ તેઓએ અમારા વિરુદ્ધ ત્રાસ આપતા હોવાની ફરિયાદ કરી તો પોલીસે તે ફરિયાદ લઈ અમારી ધરપકડ પણ કરી લીધી હતી. આ મામલે અજય લોરીયાએ જણાવ્યું કે મારા વિરૂદ્ધના વિડીયો ફરી રહ્યા છે. જેથી યુવતી એટલે કે અમારી જે દીકરી છે તેના પરિવાર સાથે લઈને હું પ્રુફ આપી રહ્યો છું. આ મારા રિલેટિવ છે. આ દીકરી વાઘપર ગામની છે. જે નારણકા ગામના ગોપાલભાઈના ઘરે સાસરે હતી. છેલ્લાં ચાર મહિનાથી તે પોતાના પિયરે છે. આ દંપતીને 8 મહિનાની દીકરી છે. સાસુ અને વહુંને ભળતું નથી.અમે બન્ને પક્ષના 10-10 વ્યક્તિ ભેગા થઈ સમાધાન માટે આવવાનું પણ કહ્યું હતું. પણ તેઓ તરફથી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. ગાળા ગામના કુંડારીયાભાઈ પણ વચ્ચે છે. તેઓને પણ ખ્યાલ છે. ગોપાલભાઈની ઘરે જઈ 181ની ટીમને મેં બોલાવી હતી. તેઓની સામે દીકરીને ઘરમાં આવવા દીધી ન હતી. છૂટાછેડા ન થાય ત્યાં સુધી દીકરીનો તે ઘરમાં અધિકાર છે. મહિના પહેલા સાસુ અને સસરાએ આ દીકરી ઉપર હાથ ઉપાડ્યો છે. તેનો પતિ ખુલ્લેઆમ કહે છે કે મારે પત્ની જોઈતી નથી. એ ડિવિઝનમાં મારી સામે કલમ 151 દાખલ થઈ પણ હતી. મારા વિરુદ્ધ દીકરીના સસરાએ વિડીયો વાયરલ કર્યો છે. તેને એમ પણ કહ્યું કે ધારાસભ્ય મારા સંપર્કમાં છે. મારી ઉપર આક્ષેપ કરવામાં આવ્યો કે રૂ.2 કરોડ માંગ્યા હતા. પણ મારા ગામની દીકરી છે. તેના પિતા છે. તો મારે રૂપિયાની વાત ક્યાંથી કરવાની આવે ? રૂ.2 કરોડની વાત મારા મોઢામાંથી વાત નીકળી હોય તો પ્રુફ બતાવે.___________________________________________મારા ઉપર પ્રકાશ રવેશિયાવાળી થાય તો પણ વાંધો નથી : અજય લોરીયાકોઈ નેતાને મારી સામે વાંધો હોય તો નગર દરવાજે સામે આવે. પ્રજા વચ્ચારે હું ત્યાંથી સવાલ ઉપાડીશ કે સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 20 વર્ષથી એક જ ડોકટર કેમ નોકરી કરે છે. ઝૂલતા પુલ દુર્ઘટના વખતે દોઢસો લાશો વચ્ચે સિવિલમાં કલર થતો હતો. છતા પણ કેમ આ ડોક્ટરની બદલી કેમ ન થઈ? આ પહેલી અને છેલ્લી વોર્નિંગ આપું છું. મારા ઉપર પ્રકાશ રવેશિયાવાળી થાય તો પણ વાંધો નથી. કોઈ પણ દીકરી આંસુ પાડતા પાડતા સામે આવશે તો હું એની સાથે રાત્રે 2 વાગ્યે પણ ઉભો રહીશ. મોરબીની પ્રજાને જે વાત કરવી હોય તે કરે.