હળવદ : વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળ મોરબી જિલ્લાના હળવદ પ્રખંડ અને બજરંગ યુવા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે હળવદ ખાતે 25 ડિસેમ્બરના રોજ રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ રક્તદાન કેમ્પમાં હળવદ ગ્રામ્ય તેમજ હળવદ સિટીના રક્તદાતાઓ દ્વારા ઉમળકાભેર ખુબ જ સારો પ્રતિસાદ પ્રાપ્ત થયો. જેમાં કુલ 259 યુનિટ રક્ત એકત્રિત થયું હતું. આ રક્ત સિવિલ હોસ્પિટલ અમદાવાદ તેમજ ધ્રાંગધ્રાની બ્લડબેંકમાં આપવામાં આવ્યું છે. તેમજ દાતાઓના સહયોગથી તમામ રક્તદાતાઓને ભેટ આપવામાં આવી હતી.