જીવલેણ અકસ્માતનું પ્રમાણ ઘટાડવા પોલીસ, આરટીઓના સઘન પ્રયાસો : ત્રણ વર્ષમાં 897 અકસ્માત સર્જાયા, જેમાં 675 લોકો ઘાયલ થયામોરબી : સિરામિક હબ મોરબી જિલ્લામાં સ્થાનિક ઉપરાંત પરપ્રાંતીય શ્રમિકોને કારણે ટુ વ્હીલર, થ્રી વ્હીલર અને ફોર વ્હીલર વાહનોની સંખ્યા મોટી છે સાથે જ દૈનિક હજારો ટ્રક મારફતે રો - મટીરીયલ અને તૈયાર માલની હેરફેરને કારણે અકસ્માતનું પ્રમાણ ખૂબ જ ઊંચું છે. વર્ષ 2022, 2023 અને 2024ના નવેમ્બર માસ સુધીમાં જીવલેણ અકસ્માતોની 897 ઘટનાઓમાં 619 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 675 લોકો ઘાયલ થયા હોવાના સતાવાર આંકડા સામે આવ્યા છે.સિરામિક ઇન્ડસ્ટ્રીઝને કારણે મોરબી જિલ્લામાં સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાની તુલનાએ વાહનોની સંખ્યા વધુ હોવાની સાથે વાહન વ્યવહાર પણ વધુ છે. ખાસ કરીને ઔદ્યોગિક વિસ્તારના આવન જાવન માટે શ્રમિકો અને કામદારો ટુ વ્હીલરનો વધુ ઉપયોગ કરતા હોય જીવલેણ અકસ્માતોનું પ્રમાણ ઊંચું રહે છે અને દરરોજ નાના મોટા અકસ્માતોના બનાવ બનતા રહે છે. આ ઉપરાંત મોરબી અને વાંકાનેરથી પસાર થતા કચ્છને જોડતા નેશનલ હાઇવે ઉપર વાંકાનેરથી માળીયા મિયાણા સુધીમાં જીવલેણ અકસ્માત કાયમી બની ગયા છે. વર્ષ 2022થી વર્ષ 2024ના નવેમ્બર માસ સુધીમાં જ આવા જીવલેણ અકસ્માતોની કુલ 897 ઘટનાઓમાં 619 લોકોએ જીવ ગુમાવ્યા હતા. તો 675 લોકો ઇજાગ્રસ્ત બન્યા હોવાના આંકડા સામે આવ્યા છે.______________________________________મોરબી જિલ્લામાં અકસ્માત નોતરતા આઠ બ્લેકસ્પોટમોરબી જિલ્લાના નેશનલ હાઇવે ઉપર તેમજ સ્ટેટ હાઇવે ઉપર આઠ અકસ્માત સંભવિતક્ષેત્ર એટલે કે બ્લેક સ્પોટ ઓળખી કાઢવામાં આવ્યા છે જેમાં મોરબી વાંકાનેર નેશનલ હાઇવે ઉપર લાલપર, રફાળેશ્વર, મકનસર, વાંકાનેરની નર્સરી ચોકડી, વાંકાનેર બાઉન્ડ્રી ઓવર બ્રિજ તેમજ માળીયા મિયાણાના હરિપર નજીકના ઓવર બ્રિજ પાસે સૌથી વધુ અકસ્માત થઇ રહ્યા છે. એ જ રીતે હળવદના ઢવાણા પાટિયા નજીક તેમજ લજાઈ ચોકડી પાસે પણ અકસ્માત વધુ થતા હોય આ બ્લેક સ્પોટ ઉપર અકસ્માત નિવારવા માટે કાર્યવાહી શરૂ કરાઇ છે.______________________________________ત્રણ વર્ષમાં અકસ્માતના બનેલા બનાવો______________________________________અકસ્માતની સંખ્યા : 328 મોત : 235 ઇજાગ્રસ્ત : 241______________________________________વર્ષ 2023 અકસ્માતની સંખ્યા : 312 મોત : 208 ઇજાગ્રસ્ત :252______________________________________વર્ષ 2024 અકસ્માતની સંખ્યા : 257 મોત :176 ઇજાગ્રસ્ત : 182______________________________________ત્રણ વર્ષ દરમિયાનઅકસ્માતની સંખ્યા : 897મોત : 619ઇજાગ્રસ્ત : 675______________________________________ત્રણ વર્ષના 13 હજારથી વધુ વાહન ડિટેઇન : પોલીસ - આરટીઓએ 10 કરોડથી વધુ દંડ વસુલ્યોમોરબી જિલ્લામાં વાહન અકસ્માતનું પ્રમાણ ઊંચું છે ત્યારે આરટીઓ અને પોલીસ દ્વારા સમયાંતરે ડ્રાઇવ યોજી વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે જેમાં વર્ષ ત્રણ વર્ષમાં 13 હજારથી વધુ વાહનો ડીટેઇન કરી પોલીસ અને આરટીઓ દ્વારા કુલ મળી 10 કરોડથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો હોવાના સતાવાર આંકડા સામે આવ્યા છે.______________________________________ત્રણ વર્ષમાં કેટલા દંડ થયા______________________________________વર્ષ 2022 એનસી કેસ : 37316 સ્થળ દંડ : રૂ. 1,65,85,200ડિટેઇન વાહન : 4135આરટીઓ દંડ : રૂ.1,34,63,406 કોર્ટ દંડ : રૂ.1,98,600______________________________________વર્ષ 2023 એનસી કેસ : 46114 સ્થળ દંડ : રૂ.1,98,76,800ડિટેઇન વાહન : 4311 આરટીઓ દંડ : રૂ.1,90,90,181કોર્ટ દંડ : રૂ.1,05,900______________________________________વર્ષ 2024 એનસી કેસ : 46857 સ્થળ દંડ : રૂ.2,05,20,800 ડિટેઇન વાહન : 4994 આરટીઓ દંડ : રૂ.1,72,45,148 કોર્ટ દંડ : રૂ.1,95,100______________________________________ત્રણ વર્ષ દરમિયાન એનસી કેસ : 1,30,287 સ્થળ દંડ :રૂ. 5,69,82,800 ડિટેઇન વાહન : 13440 આરટીઓ દંડ : રૂ. 4,97,98,735કોર્ટ દંડ : રૂ. 4,99,600______________________________________અકસ્માત નિવારવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા 83 જાગૃતિ અંગે કાર્યક્રમોજિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે મોરબી જિલ્લામાં જીવલેણ અકસ્માતોનું પ્રમાણ ઘટે તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા નિરંતરપણે ટ્રાફિક જનજાગૃતિ માટેના કાર્યક્રમ યોજે છે જેમાં મેડિકલ કેમ્પ, સ્કૂલ કોલેજમાં ટ્રાફિક જાગૃતિ, રીક્ષા ચાલકો માટે અવેરનેસ કેમ્પ, રોડ સેફટી, રીફલેક્ટર કેમ્પ, હેલ્મેટ ઝુંબેશ ઉપરાંત ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવે છે છતાં પણ જિલ્લામાં અકસ્માતોમાં જીવ ગુમાવવાની ઘટના ચિંતાજનક છે.______________________________________નેશનલ હાઇવે ઉપર સાંજે 5થી 8 દરમિયાન સૌથી વધુ અકસ્માતમોરબી જિલ્લામાં સિરામિક એકમોમાં કામ કરતા શ્રમિકો સાંજના સમયે છૂટતા હોય ત્યારે અકસ્માતો વધુ થતા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. જિલ્લામાં વાંકાનેરથી લઈ માળીયા સુધીના નેશનલ હાઇવે ઉપર સાંજના 5થી 8 વાગ્યા સુધીના અરસામાં અકસ્માતો વધુ પ્રમાણમાં થતા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.______________________________________