મોરબી : મોરબીમાં એકતરફ ઉનાળામાં પાણીની ભારે તંગી જોવા મળે છે. તો બીજી તરફ શિયાળામાં જૂની પોસ્ટ ઓફિસ પાસે લાઈન લીકેજ થતા પાણીનો બેફામ વેડફાટ પણ થઈ રહ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે જૂની પોસ્ટ ઓફિસથી પરશુરામ પોટરીના ગેટ સુધી પાણીની લાઇન આવેલી છે. તેમાં વચ્ચે લાઈન લીકેજ થઈ છે. અહીં છેલ્લા ચારથી પાંચ દિવસથી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. આ મામલે પાલિકાના પાણી પુરવઠા બોર્ડના અધિકારીને જાણ કરાતા તેઓએ તપાસ કરાવીને પાણીની લાઈન રીપેરીંગ કરાવવાનું જણાવ્યું હતું.