મોરબી : વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગાવાહીની દ્વારા મોરબીની ઉમા ટાઉનશિપમાં તેમજ હળવદ, ટંકારા, ખાનપર, ઓટાડા, નેકનામ ,સાવડી વિવિધ ગામોમાં તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વર્તમાન સમયમાં સનાતનીઓ સમક્ષ તુલસી પૂજન કરી હિન્દુ સંસ્કૃતિ પ્રત્યે ભાવના જાગે તે માટે બહેનો દ્વારા તુલસી પૂજન કરાયું હોવાનુ તેઓની યાદીમાં જણાવાયું છે.