મોરબી : મોરબીમાં મચ્છુ-2 ડેમ પાસેના પુલ ઉપરના રોડ ઉપર ગાબડું પડી ગયું છે. અહીંથી દરરોજ હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય છે. તમામ વાહનો અહીં રોડ ઉપરના ગાબડામાંથી પસાર થાય છે. ખાસ કરીને ટુ વ્હીલર વાહન ઉપર હાલ અકસ્માતનું જોખમ મંડરાઈ રહ્યું છે. ત્યારે તંત્ર દ્વારા તાકીદે આનું રીપેરીંગ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.