મોરબી : મોરબીની બુધવારી બજારમાં પાંચ વર્ષનું બાળક પરિવારથી વિખૂટું પડી ગયું હતું. આ બાળક બી ડિવિઝન પોલીસની શી ટીમને મળ્યું હતું. આ બાળકને પોલીસ મથકે લઈ જઈ બાદમાં તેના માતા પિતાની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ બાળક પાવડયારી પાસે આવેલ કોયો સિરામિકમાં કામ કરતા સેંધાભાઈ શમસિંહભાઈ જોશી રહે.જીવાપર વાળાનું હોવાનું માલુમ પડતા પોલીસે તેઓને તેમનું બાળક સોંપી દીધું હતું. બાદમાં પરિવારે પણ બાળક મળી જતા રાહતનો શ્વાસ લઈ બી ડિવિઝન પોલીસનો આભાર માન્યો હતો.