માળિયા (મિયાણા) : લોકોને આકસ્મિક સમયે ઉપયોગી બનતી 108ની ટીમ દ્વારા વધુ એક દર્દીને યોગ્ય સમયે સારવાર આપીને જીવ બચાવ્યો છે. માળિયાના એક 55 વર્ષના વૃદ્ધની તબિયત લથડી હોવાનો કોલ આજે 25 ડિસેમ્બરના રોજ સવારે 9 વાગ્યાની આસપાસ 108 માળિયાની ટીમને મળ્યો હતો. જેથી 108ની ટીમ તાત્કાલિક લોકેશન પર પહોંચી હતી. જ્યાં હારુનભાઈ દાઉદભાઈ નામના દર્દીની તબિયત ખરાબ હાલતમાં હતી. જેથી જરૂરી તપાસ કરીને દર્દીને ઓક્સિજન અને ઈન્જેક્શન આપવામાં આવ્યું હતું અને તેમનું RBS મેન્ટેઈન કરીને વધુ સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. આ કામગીરીમાં ડો. જે.ડી. પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ ઈએમટી પ્રવીણભાઈ મેર અને પાયલોટ સાગરભાઈ જોડાયા હતા.