હાઉસિંગ બોર્ડ અને ધ્રુવ હોસ્પિટલ નજીક પોલીસની કાર્યવાહીમોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે શનાળા રોડ ઉપર આવેલ હાઉસિંગ બોર્ડમા તેમજ ધ્રુવ હોસ્પિટલ નજીક બે અલગ અલગ દરોડામાં બે આરોપીઓને બિયરના 146 ડબલા સાથે પકડી પાડી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.પ્રથમ દરોડામાં પોલીસે શનાળા રોડ ઉપર આવેલ હાઉસિંગ બોર્ડના એમ - 25 કવાટર્સમાં બ્લોક નંબર 130મા આરોપી પ્રહલાદસિંહ અર્જુનસિંહ ઝાલાના રહેણાંકમાં દરોડો પાડી કિંગફિશર સ્ટ્રોંગ બિયરના 144 ટીન કિંમત રૂપિયા 14,400નો જથ્થો કબ્જે કર્યો હતો. જ્યારે બીજા દરોડામાં પોલીસે ધ્રુવ હોસ્પિટલ નજીકથી આરોપી હિરેન દેવશીભાઈ બાવરવા ઉ.32 રહે.શિવાલય એપાર્ટમેન્ટ, સત્કાર પાર્ટી પ્લોટ સામે, મોરબી વાળાને બિયરના 2 ટીન કિંમત રૂપિયા 200 સાથે પકડી પાડી બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.