મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે શહેરના ત્રિકોણબાગ નજીક પોસ્ટ ઓફીસ પાછળ દરોડો પાડી જાહેરમાં ચલણી નોટ ઉપર નોટ નંબરીનો જુગાર રમી રહેલા આરોપી (૧) ભરતભાઇ બાબુભાઇ ચાવડા (૨) આસીફભાઇ જુમાભાઇ સુમરા અને (૩) અમીતભાઇ કાળુભાઇ મકવાણાને રોકડા રૂપિયા 4250 સંઘે પકડી પાડી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.