સ્નેહમિલનમાં પરિવારના પ્લે હાઉસથી માંડીને બેચલર્સ અને માસ્ટર ડિગ્રી સુધીમાં ઉતીર્ણ થયેલા વિદ્યાર્થીનું સન્માન કરાયુંમોરબી : સમસ્ત ઉધરેજા પરિવાર છેલ્લા ઘણા વર્ષોથી સ્નેહમિલન અને વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરતા આવ્યા છે. ત્યારે આ વર્ષે પણ તા. 22-12-2024ના રોજ ભરતવન ફાર્મ - ભરતનગર, મોરબી ખાતે આઠમાં સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉધરેજા પરિવાર સ્નેહમિલન તથા વિદ્યાર્થી સન્માન સમારોહમાં પરિવારના પ્લે હાઉસથી માંડીને બેચલર્સ અને માસ્ટર ડિગ્રી સુધીમાં ઉતીર્ણ થયેલા વિદ્યાર્થીનું શિલ્ડ, લેપટોપ, સ્કુટી અને બીજા વિવિધ પારિતોષિક દ્વારા સન્માન કરી ને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.સ્નેહમિલન અને વિદ્યાર્થી સન્માન સમારોહમાં સ્કુટીના દાતા ઉઘરેજા રતિલાલ ગોવિંદભાઈ (ગાળા), ડો. સત્યમ ઊઘરેજા (સિનર્જી હોસ્પિટલ), લેપટોપના દાતા ઉઘરેજા જેરામભાઈ નાનજીભાઈ (મહેન્દ્રનગર) પટેલ પાન, સિલ્ડના દાતા :ઉઘરેજા બાબુભાઈ જીણાભાઈ (ગાળા) logway step tiles, જમણવારના દાતા ઉઘરેજા મુળજીભાઈ શામજીભાઈ (વર્ષામેડી) અને મંડપ સર્વિસ ના દાતા : ઉઘરેજા ચમનભાઈ જેરામભાઈ અને ઉઘરેજા અમૃતલાલ જેરામભાઈ (વાઘગઢ) સહિતના દાતાઓના પણ સન્માન કરવામાં આવ્યા હતા.વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્યમાં સફળતાના શિખર સર કરે એ માટે પરિવારના વડીલો, પરિવારના ડોક્ટરોએ પણ અભિવાદન કર્યું હતું અને વિદ્યાર્થીઓ અને એમના પરિવારમાં ઉત્સાહનો સંચાર કર્યો. આ તકે પરિવારના આગેવાનો તથા વિધાર્થીઓએ સામાજિક જીવનને આવરી લેતાં વિષયો પર પોતાના વક્તવ્યો રજુ કર્યા હતા અને પરિવારની મહિલાઓ માટે રાસ ગરબાનું પણ આયોજન કરેલ હતું. સમારોહના અંતે રાષ્ટ્રગાન ગાઈને સ્નેહમિલન સંપન્ન કરવામાં આવ્યું હતું.