મોરબી : જીવાપર (ચકમપર) ગામે સરસાવાડીયા પરિવાર દ્વારા આગામી તા.25ને બુધવારના રોજ 26મો રૂદ્રીયજ્ઞ યોજાશે. જેમાં સવારે 6 કલાકે યજ્ઞ પ્રારંભ થશે. બપોરે 1 કલાકે યજ્ઞની પૂર્ણાહુતિ થશે. બપોરે 12:30 કલાકે મહાપ્રસાદ યોજાશે. ઉપરાંત 9:30 થી 12:30 દરમિયાન રક્તદાન કેમ્પ પણ યોજાશે. આ કાર્યક્રમમાં જોડાવવા સરસાવાડીયા પરિવારને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.