હળવદ : હળવદ શહેર ભાજપ પ્રમુખ તરીકે તપનભાઈ દવે અને હળવદ તાલુકા ભાજપ પ્રમુખ તરીકે ભરતભાઈ કણઝરીયાની નિયુક્તિ થતા ભાજપ પરિવાર દ્વારા અભિવાદન કરાયું હતું.આજરોજ હળવદ ભાજપ કાર્યાલય ખાતે હળવદ શહેર અને ગ્રામ્ય ભાજપના નવનિયુક્ત પ્રમુખનું અભિવાદન કરવામાં આવ્યું હતું. હળવદ શહેર ભાજપ પ્રમુખ તરીકે સેવાભાવી નવયુવાન તપનભાઈ દવે અને તાલુકા ભાજપ પ્રમુખ તરીકે ભરતભાઈ કણઝરીયાની નિયુક્તિ કરાઈ હતી. ત્યારે ભારતીય જનતા પાર્ટી હળવદ શહેર તેમજ ગ્રામ્ય ભાજપના હોદેદારોએ બંને નવનિયુક્ત પ્રમુખને હાર તોળા કરી અને મો મીઠા કરાવી ઢોલ નગારાના તાલે વધાવી અને શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, બિપીનભાઈ દવે, રજનીભાઈ સંઘાણી, અજયભાઈ રાવલ, મનસુખભાઇ ગોરિયા, ઘનશ્યામભાઈ ગોહિલ સહિત ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ખાસ હાજર રહ્યા હતા.