મોરબી : મોરબીના હાસ્ય કલાકાર ચંદ્રશેખર પંડ્યાનું જૂનાગઢ ખાતે વિશેષ સન્માન કરવામાં આવ્યું છે. 23 ડિસેમ્બરના રોજ જૂનાગઢના માંગલ્ય પાર્ટી પ્લોટ ખાતે હાસ્ય કલાકાર જીતુભાઈ દ્વારકાવાળાની 45 વર્ષની જીવનયાત્રા પર તૈયાર કરવામાં આવેલી દસ્તાવેજી ફિલ્મ ગાઈડથી ગ્લોબલનો વિમોચન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં હાસ્ય કલાકાર જીતુભાઈ દ્વારકાવાળાના હસ્તે મોરબીના હાસ્ય કલાકાર ચંદ્રશેખર પંડ્યાનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.