મોરબી : લજાઈ સ્થિત ગૌ સેવા કામધેનુ વિસામા દ્વારા ગાયોને 4 હજાર કિલો સુખડી બનાવીને ખવડાવવાની શરૂઆત કરવામાં આવી છે. ગૌ સેવા કામધેનુ વિસામો- લજાઈના સભ્યો, ટ્રસ્ટીઓ તથા સેવાભાવીઓના સાથ સરકારથી સ્વ. સાગરભાઈ ચંદુભાઈ વાંસજાળિયાના સ્મરણાર્થે ચંદુભાઈ મોહનભાઈ વાંસજાળિયા તથા વાંસજાળિયા પરીવારના સહયોગથી ભગીરથ સેવા કાર્ય કરવામાં આવી રહ્યું છે. જેમાં ગાયો માટે અંદાજે 4 હજાર કિલો સુખડી બનાવીને ગૌશાળામાં વિતરણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.