મોરબી : માળીયા મિયાણા તાલુકાના નાના દહીંસરા ખાતે આવેલ કૃષ્ણ પેટ્રોલપંપમા રહેતા અને કામ કરતા ઝારખંડ રાજ્યના વતની ફ્લેન્દ્ર મહતો ડાલેશ્વર મહતો ઉ.30 નામના યુવાનને ગત તા.8 નવેમ્બરના રોજ અચાનક માથામાં દુઃખાવો ઉપડતા પ્રથમ મોરબી ખાનગી હોસ્પિટલ બાદ જામનગર જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા મૃતકના પત્નીએ પોલીસને જાણ કરતા માળીયા મિયાણા તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.