આરોપીએ પણ છરી ઝીકી દેવા મામલે વળતી ફરિયાદ નોંધાવીમોરબી : મોરબીના પંચાસર રોડ ઉપર મહાવીરનગરમાં રહેતો શખ્સ પરિણીતા સાથે આડા સંબંધો અંગે અફવા ફેલાવતો હોવાથી મહિલાના પતિએ પોતાના જમાઈ સાથે જઈ આરોપીને ઠપકો આપતા ઉશ્કેરાઈ ગયેલા આરોપીએ છરી ઝીકી દીધી હતી. સામાપક્ષે આરોપીએ બનાવ બાદ વળતી ફરિયાદમાં વજેપરના શખ્સે છરી માર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.જાણવા મળતી વિગતો મુજબ મોરબીના મહાવીરનગરમાં રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગ કરતા ફરિયાદી કાનજીભાઈ શંકરભાઇ સોનાગરાએ આરોપી બાબુભાઇ ભગવાનજીભાઈ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે આરોપી બાબુ ફરિયાદીના પત્ની સાથે આડાસંબંધ હોવાની અફવા ફેલાવતો હોવાથી કાનજીભાઈ તેમના જમાઈ લાલજી પરમાર સાથે આરોપીના ઘેર ખોટી અફવા ન ફેલાવા સમજાવવા જતા ઉશ્કેરાઈ ગયેલા બાબુએ કાનજીભાઈને છરી મારી દીધી હતી.સામાપક્ષે ફરિયાદી બાબુભાઇ ભગવનજીભાઈ પરમારે આરોપી લાલજી શાંતિભાઈ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, બાબુભાઈનો પુત્ર આરોપી લાલજીના સાસુના ઘેર ઉલિયા બનાવવા જતો હોવાથી આરોપી લાલજીને સારું નહીં લાગતા બાબુભાઈના ઘેર આવી તારા પુત્રને મારા સાસુના ઘેર ન મોકલતો કહી છરીનો ઘા ઝીકી દીધો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે સામસામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.