મોરબી : મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર કેશવ પાર્ટી પ્લોટ ખાતે કાલે તા.25ને બુધવારે લુણસર ઉમિયા પરિવાર દ્વારા સ્નેહ મિલન, સાંસ્કૃતિક કાર્યક્રમ અને સન્માન સમારોહ યોજાશે. જેમાં સાંજે 4 વાગ્યે સાંસ્કૃતિક કાર્યક્રમ, સાંજે 5:30 કલાકે સન્માન સમારોહ, સાંજે 7:30 કલાકે સ્નેહ ભોજન યોજવામાં આવશે. તેમ યાદીમાં જણાવાયું છે.