હળવદ : શ્રી હરિકૃષ્ણ ધામ રણજીતગઢ આયોજિત સપ્ત પાટોત્સવ નિમિત્તે તપોમૂર્તિ શ્રી ભક્તિહરિદાસજી સ્વામી ની પ્રેરણા થી આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. જેમાં 110 બોટલ બ્લડ એકત્રિત થયું હતું.આ બ્લડમાંથી 70 બોટલ બ્લડ સી.યુ.શાહ મેડિકલ કોલેજ સુરેન્દ્રનગર અને 40 બ્લડની બોટલ મહાત્મા ગાંધી હોસ્પિટલ (સિવિલ હોસ્પિટલ સુરેન્દ્રનગર) ખાતે દર્દી નારાયણની સેવામાં ઉપયોગમાં લેવામાં આવશે. આ કેમ્પમાં હરીભક્તોએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કરી ધાર્મિક કાર્યક્રમમાં સેવાકીય ભાવ સાથે રક્તદાન કરી સમાજમાં એક સારો સંદેશ આપ્યો છે. નોંધનીય છે કે, હળવદએ રક્તદાન ક્ષેત્રે ગુજરાતમાં અવ્વલ નંબરે છે. છેલ્લા એક મહિનામાં 5 બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અત્યારે દરેક બ્લડ બેંકમાં બ્લડની અછત હોઈ ત્યારે તેને નિવારવા હળવદ વાસીઓ કટિબદ્ધ છે. ત્યારે આ બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા શ્રી હરિકૃષ્ણ ધામ રણજીતગઢના હરિભક્તોએ ભારે જહેમત ઉઠાવી હતી.