મોરબી : મોરબી શહેરને આંગણે આગામી તીર્થધામ સ્વામિનારાયણ મુખ્ય મંદિર 'મહુવા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ' ઉપક્રમે સરધારધામ નિવાસી સ્વામી નિત્યસ્વરૂપદાસજીના શ્રીમુખે ૧૭૨૫મી ઘરસભાનું તા. ૨૪ના રોજ રાત્રે 9 કલાકે પટેલ સમાજની વાડી, શનાળા ખાતે દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ઘરસભાનું આયોજન નીતિનભાઈ દામજીભાઈ શિરવી ગીરીશભાઈ માધવજીભાઈ સુવારીયા, ભરતભાઈ સવજીભાઈ બાવરવાના યજમાન પદે થઈ રહ્યું છે. તેમ યાદીમાં જણાવાયું છે.