મોરબી : બગથળા સોશિયલ ગ્રુપ મોરબી દ્વારા આગામી તારીખ 29 ડિસેમ્બર ને રવિવારના રોજ બપોરે 3-30 કલાકે સ્નેહમિલન, તેજસ્વી તારલાઓનું સન્માન અને સાંસ્કૃતિક કાર્યક્રમ આમ ત્રિવેણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.મોરબીના એસપી રોડ પર આવેલા પ્રભુ રત્ન પાર્ટી પ્લોટ ખાતે બગથળા સોશિયલ ગ્રુપ મોરબીનો 27મો સરસ્વતી સન્માન સમારોહ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમનું ઉદઘાટન નકલંક મંદિર બગથળાના મહંત દામજી ભગતના હસ્તે કરવામાં આવશે. 2-30 થી 3-30ની વચ્ચે જે દંપતીઓ આવશે તેઓને સરપ્રાઈઝ ગિફ્ટ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવશે. મોરબીમાં વસતા બગથળાના તમામ જ્ઞાતિના સભ્યોને આ કાર્યક્રમમાં પધારવા પ્રમુખ કિશોરભાઈ મેરજા અને મંત્રી એ.કે. ઠોરિયા દ્વારા આમંત્રણ પાઠવાયું છે.