કથાના વક્તા બાળ વિદુષી સંત રત્નેશ્વરી દેવી કથાનું રસપાન કરાવશેમોરબી : મોરબીના મહેન્દ્રનગર સ્થિત રામધન આશ્રમ ખાતે આવતીકાલે તારીખ 24 ડિસેમ્બર થી 30 ડિસેમ્બર સુધી ભવ્ય રામદેવ રામાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.જય માતાજી ગુરુકૃપા સેવા સમિતિ દ્વારા 24 ડિસેમ્બર ને મંગળવારથી 30 ડિસેમ્બર ને સોમવાર સુધી સવારે 9 થી 11 અને બપોરે 2 થી 5 કલાક સુધી રામધન આશ્રમે કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કથાના વક્તા બાળ વિદુષી સંત રત્નેશ્વરી દેવી (રતનબેન) વ્યાસપીઠ પર બિરાજીને કથાનું રસપાન કરાવશે. જેમાં રામદેવજી મહારાજની પાવન કથા અને ઇતિહાસની અંદર સોનાના અક્ષરે કંડરાયેલા મહાન અવતારી પુરુષો જતી, સતી, સંતો, ભક્તો અને સુરવીરોના પાવન ચારિત્ર્યનું રસપાન મધુર અને સુરેલા કંઠથી કરાવશે. આ પ્રસંગે સંતો, મહંતો, રાજકીય આગેવાનો, જ્ઞાતિના આગેવાનો તેમજ ઠેર ઠેરથી ભક્તો પધારશે. આવતીકાલે તારીખ 24 ડિસેમ્બર ને મંગળવારે બપોરે 11 કલાકે મહેન્દ્રનગરના રામજી મંદિરેથી રામધન આશ્રમ સુધી પોથીયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ પ્રથમ વખત રામધન આશ્રમ ખાતે ચાર જુગનો પાઠ ભજન અને ભોજન સાથે તારીખ 26 ડિસેમ્બર ને ગુરુવારે સવાર થી શુક્રવારે સવારે 7 વાગ્યા સુધી યોજાશે. તો આ કથાનો લ્હાવો લેવા સર્વેને આમંત્રણ પાઠવાયું છે.