મોરબી : મોરબીના પાનેલી ગામે આગામી તારીખ 25 ડિસેમ્બર ને બુધવારના રોજ સુકા લીમડાવાળા મેલડી માતાજીનો 24 કલાકનો નવરંગો માંડવો યોજાશે. જેમાં 25 ડિસેમ્બરે વહેલી સવારે થાંભલી રોપણ થશે. 26 ડિસેમ્બરે વહેલી સવારે થાંભલી વધાવવામાં આવશે. આ નવરંગા માંડવામાં ભુવા નવઘણભાઈ, શક્તિ માતાજીના ભુવા હસમુખભાઈ ભુવા તથા કલાકાર જીવરાજભાઈ કુંઢીયા ઉપસ્થિત રહેશે.