મોરબી : મોરબી જિલ્લામાં ઓગસ્ટ અને ઓક્ટોબર માસમાં ભારે વરસાદના કારણે અનેક ખેડૂતોનો સંપૂર્ણ પાક નાશ પામ્યો છે. તેમ છતાં તેઓ સહાયથી વંચિત રહી ગયા હોવાનું જણાવી ભારતીય કિસાન સંઘ દ્વારા જિલ્લા કલેકટરને રજુઆત કરવામાં આવી છે.રજુઆતમાં જણાવાયુ છે કે તા.૨૨ થી ૩૦ ઓગષ્ટ અને ઓક્ટોબર માસમાં ગુજરાતમાં અતિવૃષ્ટિ થતાં ખેડૂતોને ભારે આર્થિક નુકશાન ભોગવવું પડ્યું છે. ભારે વરસાદને કારણે બાગાયત પાક તથા ખેતી પાકને વ્યાપકપણે નુકશાન પહોંચ્યું છે સૌરાષ્ટ્ર સહિતના કેટલાય વિસ્તારોમાં આ વખતે સૌરાષ્ટ્રમાં કમીસમી વરસાદ વરસ્યો છે. કાપણીના સમયે જ માવઠુ થતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.હાલ સરકાર દ્વારા ઓગષ્ટ માસની જે સહાય ચૂકવવામાં આવી છે તે સારી બાબત છે પણ મોરબી જિલ્લાની અંદર ઘણા બધા ખેડૂતો આ સહાયથી વચિત રહી ગયેલ છે તો ભારતીય કિશન સંઘની માંગ છે કે બાકી રહી ગયેલ બધા ખેડૂતોને વળતર આપવા આવે તો ખેડૂતોને સાચો ન્યાય મળે તેમ છે. યોગ્ય તપાસ કરીને મોરબી જિલ્લાને ૧૦૦ % લીલો દુષ્કાળ જાહેર કરવો જોઇએ.હાલ સરકાર દ્વારા ફાર્મર રજીસ્ટરની કામગીરી કરવામાં આવે છે. તેનું સર્વર કાયમ બંધ હોય છે. તો ખેડૂતોને ઘણી મુશ્કેલીની સાથે આર્થિક સંકટ ઉભું થયેલ છે. જેથી યોગ્ય કાર્યવાહી કરવા રજુઆત છે.