તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું, નવા પ્રમુખ-ઉપ્રમુખની નિમણૂક કરાઈમોરબી : શ્રી ઝાલાવાડ કડવા પાટીદાર કેળવણી મંડળ મોરબીનો 22 મું સ્નેહ મિલન સંમેલન તારીખ 22 ડિસેમ્બર ને રવિવારના રોજ મોરબીના લીલાપર રોડ પર આવેલા ક્લાસિક પાર્ટી પ્લોટ ખાતે યોજાયું હતું. સ્નેહમિલન સંમેલનમાં બપોર 1 વાગ્યે બાળકોની રમતગમતની હરીફાઈ યોજાઈ હતી. બપોરે 3-30 કલાકે સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા દિપપ્રાગટય કરી સમારંભની શરૂઆત કરવામાં આવી હતી. ઝાલાવાડ સમાજના ધોરણ 1 થી લઈ પી.એચ.ડી. સુધીનાં તેજસ્વી તારલાઓને મહાનુભવોના હસ્તે શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઝાલાવાડ સમાજના પ્રમુખ પ્રકાશભાઈ કાચરોલાની ટર્મ પૂરી થતાં તેમનું સન્માન કરી વિદાય આપવામાં આવી હતી અને નવા પ્રમુખ તરીકે મહેશભાઈ ભોરણિયા તથા ઉપ પ્રમુખ તરીકે ભરતભાઈ નાયકપરાની નિમણૂક કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના ભોજન દાતા પરષોતમભાઈ વરમોરા (વરમોરા ગ્રુપ)તથા મહેશભાઈ ભોરણીયા (કૂશ ટ્રેડર્સ) નું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ ગુજરાતના પ્રખ્યાત હાસ્ય કલાકાર સુખદેવભાઈ ધામલીયાનો હાસ્યરસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેનો બાળકો તથા વડીલોએ ખૂબ આનંદ લીધો હતો. સમારંભ અધ્યક્ષ સ્થાને પાટીદાર ભામાશા ગોવિંદભાઈ વરમોરા (સનહાર્ટ ગ્રુપ) હતા. મુખ્ય મહેમાન તરીકે જયંતીભાઈ કવાડીયા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરિયા તથા પ્રકાશભાઈ વરમોરા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ વિવિધ સંસ્થાના આગેવાનો, કન્યા છાત્રાલય સુરેન્દ્રનગરના પ્રમુખ કાનજીભાઈ પટેલ, ઉમા સંકુલ ધ્રાંગધ્રાના પ્રમુખ મુકેશભાઈ પટેલ, ઉમા સંકુલ માલવણના પ્રમુખ શિવલાલભાઈ પટેલ, ઝાલાવાડ ખાખરીયા સમાજ રાજકોટના પ્રમુખ અમિતભાઈ પારેજીયા, લખતર ઉમાધામના પ્રમુખ હસમુખભાઈ હાડી તથા સમૂહ લગ્ન સમિતિ મોરબીના પ્રમુખ મનુભાઈ કૈલા હાજર રહ્યા હતાં. તેમજ જિલ્લા પંચાયત સુરેન્દ્રનગરના પ્રમુખ હરિકૃષ્ણભાઈ પટેલ અને S.P.C.T અમદાવાદના પ્રમુખ ધનજીભાઈ સુરાણી શુભ સંદેશો આપ્યો હતો. તેમજ અગ્રણી બિલ્ડર પરેશભાઈ પટેલ, જીવરાજભાઈ ફૂલતરીયા, ગણેશભાઈ મેથાણીયા, અનિલભાઈ વરમોરા તથા મનોજભાઈ એરવાડિયા તથા ઝાલાવાડ સમાજના પૂર્વ પ્રમુખો હાજર રહ્યા હતાં. આ કાર્યક્રમને ખૂબ સારી રીતે સફળ બનાવવા ઝાલાવાડ સમાજ મોરબીના તમામ કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી હતી.