ધરમપુર : શ્રી ધરમપુર પ્રાથમિક શાળામાં બાલબ્રહ્મચારી પૂજ્ય બંસરીજી મહાસતીજીની 27મી દિક્ષાજયંતી તેમજ બલબ્રહ્મચારી પૂજ્ય જીનેશાબાઈ મહાસતીજીની 24મી દીક્ષાજયંતી નિમિતે દિલ સે ફાઉન્ડેશન રાજકોટના સહયોગથી શાળાના 165 વિદ્યાર્થીઓને સ્વેટર વિતરણ તથા નાસ્તો કરાવવામાં આવ્યો. તેમજ ગામની જરૂરિયાતમંદ 40 મહિલાઓને સાડી વિતરણ કરવામાં આવ્યું. આ સમગ્ર કાર્યક્રમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નમ્રતાબેનના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો.