કોઠારી બંધુની પુણ્ય સ્મૃતિમાં બજરંગ યુવા ગ્રુપ, વીએચપી અને હળવદ યુવા ગ્રુપ દ્વારા આયોજનહળવદ : બજરંગ યુવા ગ્રુપ તેમજ વિશ્વ હિંદુ પરિષદ હળવદ પ્રખંડના સંયુક્ત ઉપક્રમે સ્વ. ભૌમિક અલ્પેશભાઈ પટેલ, સ્વ. વ્રજલાલ ઈશ્વરભાઈ પટેલ અને સ્વ. હેમાંગીબેન જયભાઈ પટેલની પુણ્ય સ્મૃતિમાં હળવદ ખાતે આગામી તારીખ 25 ડિસેમ્બરના રોજ સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. 25 ડિસેમ્બરે સાંજે 4 થી 8 વાગ્યા દરમિયાન હળવદના બજરંગ બેન્ક્વેટ હોલ ખાતે આ રક્તદાન શિબિર યોજાશે.હળવદ યુવા ગ્રુપ દ્વારા સ્વ. ભૌમિક અલ્પેશભાઈ પટેલ, સ્વ. વ્રજલાલ ઈશ્વરભાઈ પટેલ અને સ્વ. હેમાંગીબેન જયભાઈ પટેલના સ્મરણાર્થે શ્રદ્ધાંજલિ રૂપી પુષ્પ અર્પણ કરવા માટે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરાયું છે. રાત્રે 9 કલાકે દૂધ મલીયા હનુમાનજી મંદિરે આ ભવ્ય લોકડાયરો યોજાશે. જેમાં કલાકાર અપેક્ષાબેન પંડ્યા અને વિવેકભાઈ સાંચલા ઉપસ્થિત રહેશે. તો આ કાર્યક્રમમાં પધારવા સૌને આમંત્રણ પાઠવાયું છે.