મોરબી : મોરબીની દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલમાં આગામી તારીખ 28 ડિસેમ્બરના રોજ એન્યુઅલ ડે સેલિબ્રેશન સંઘાનનું આયોજન કરવામાં આવ્યું છે. ગ્રીન પાર્ક ગ્રાઉન્ડ ખાતે યોજાનાર આ એન્યુઅલ ફંક્શનમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કાર્યક્રમો રજૂ કરાશે. આ કાર્યક્રમમાં વાલીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે તેમ ડો. એસ.અલી ખાન દ્વારા જણાવાયું છે.