ટંકારા : ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે ખેતમજૂરી કરવા આવેલ મધ્યપ્રદેશના શ્રમિક પરિવારની ચાર વર્ષની બાળકીનું ટ્રેકટર હડફેટે આવી જતા મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માતની આ ઘટના અંગે ટ્રેકટર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે રસુલભાઈ અમીનભાઈ મેસણીયાની વાડીએ ખેતમજૂરી કરતા નુરુભાઈ જોગડીયાભાઈ કિકરિયાની પુત્રી તેજલ ઉ.4 ગત તા.15ના રોજ રમતી હતી ત્યારે ટ્રેકટર ચાલક ઇંજામુલ રસુલભાઈ શેરસિયાએ ગફળતભરી રીતે ટ્રેકટર ચલાવી ટ્રેક્ટરની પાછળ લાગેલ ચકરીમા તેજલને હડફેટે લઈ લેતા તેજલનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.