મોરબી : હવામાન ખાતા દ્વારા રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. ત્યારે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ- મોરબી દ્વારા ખેડૂતો માટે સૂચના જાહેર કરવામાં આવી છે. આ સુચનામાં જણાવવામાં આવ્યું છે કે, હવામાન ખાતા દ્વારા આગામી તા. 25, 26, 27 ડિસેમ્બરના રોજ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને ધ્યાનમાં રાખી ખેડૂતોએ પોતાનો માલ તાલપત્રી ઢાંકીને લાવવો. સેડ ઉપર જગ્યા હશે ત્યાં સુધી જ માલ ઉતારવા દેવામાં આવશે. માલની ઉતરાઈ ખુલ્લામાં કરવી નહીં. ઉભા વાહનોની હરરાજી લેવામાં આવશે. તેમજ વેપારીઓએ પોતાનો માલ પોતાના ગોડાઉનમાં લઈ લેવા જણાવવામાં આવ્યું છે.