હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે બનેલી ઘટના, પાડોશીને માર માર્યોહળવદ : હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે રહેતા બે શખ્સ અવાર નવાર દંપતીના ઘર પાછળ આવતા હોવાથી પરિણીતાના પતિએ અમારા ઘર પાછળ કેમ આવો છો તેમ પૂછતાં બન્ને ટપોરીઓએ જાનથી મારી નાખવા ધમકી આપી પાડોશીને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.હળવદના જુના દેવળીયા ગામે રહેતા સોનલબેન ઘનશ્યામભાઈ મોરડીયા ઉ.38 નામના પરિણીતાએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, જુના દેવળીયા ગામે જ રહેતા આરોપી કલ્પેશ ઉર્ફે બાબો જેઠા કરોતરા અને આરોપી સંજય ગોવિંદ કરોતરા અવાર નવાર તેમના ઘર પાછળ આવતા હોવાથી બન્ને શખ્સને તેમના પતિએ ઘર પાછળ શુ કામ આવો છો તેમ પૂછતાં સારું નહિ લાગતા બન્ને આરોપીઓએ ઝઘડો કરી સોનલબેન, ઘનશ્યામભાઈ તેમજ પાડોશમાં રહેતા સત્યપ્રકાશ રામનાથ રાજપૂત અને ઇન્દ્રજીત સત્યપ્રકાશ રાજપૂત સાથે ઝઘડો કરી ગાળો આપી ઇન્દ્રજીતને માર મારી બધાને જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.