ચકમપર ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સમક્ષ લેખિતમાં રજુઆતમોરબી : મોરબીના ચકમપર-જેતપર વચ્ચે આવેલા ડામર રોડનું આશરે 3 કિમીનું ડામર રિસરફેસીંગ કરવા તેમજ ચકમપર-ઝીકિયારી વચ્ચે આવેલા ડામર રોડ પર પેચવર્ક કરવા બાબતે ચકમપર ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સમક્ષ લેખિતમાં રજુઆત કરવામાં આવી છે. સરપંચ દ્વારા કરવામાં આવેલ રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે, ચકમપરથી નવા જેતપર વચ્ચે આવેલા ડામર રોડ આશરે 3 કિમીનું રિસરફેસીંગ આશરે 7-8 વર્ષ પહેલાં થયેલ હોવાથી હાલમાં આ રસ્તા પર ડામર નીકળી જતા અકસ્માત થવાનો ભય રહેલો છે. આ ડામર રોડનું ઝડપથી રિસરફેસીંગ કરવા માંગ કરવામાં આવી છે. સાથે જ ચકમપર-ઝીકિયારી ડામર રોડ પર ચોમાસા દરમ્યાન પાણી ભરાવવાથી રસ્તા પર ઊંડા ખાડા પડી જતા ડામર રોડ પર જરૂર પડે ત્યાં રિસરફેસીંગ અને પેચવર્કનું કામ કરાવવા માંગ કરવામાં આવી છે.