મોરબી : આજે સ્ટેટ ટેક્સ ઈન્સપેક્ટર વર્ગ-3ની 300 જગ્યા માટે મોરબી સહિત રાજ્યના અલગ અલગ કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ રહી છે. ત્યારે મોરબીમાં એ ડિવી.પો.સ્ટે ના પો.સ્ટાફ દ્વારા પરીક્ષા કેન્દ્ર શોધતા પરીક્ષાર્થીઓને સમયસર તેઓના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવ્યા હતા. પોલીસની આ કામગીરીથી પરીક્ષાર્થીઓ રાહતની લાગણી વ્યકત કરી હતી.