હળવદ : હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે મિયાણી ગામે બસસ્ટેન્ડ પાસે દરોડો પાડી આરોપી રાજેશ ઉર્ફે રાજુ ચતુરભાઈ ઝીંઝુવાડિયા નામના શખ્સને વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 11 બોટલ કિંમત રૂપિયા 7051 સાથે પકડી પાડી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.