સિવિલ હોસ્પીટલ - વિજય ટેાકીઝ- અયોધ્યા પુરી રોડ -રેલ્વે સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં વાહનોના થપ્પા લાગ્યામોરબી : મોરબીમાં તખ્તસિંહજી રોડનું કામ કરવાનું હોવાથી 20 દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે આજે સતત બીજા દિવસે મુખ્ય રોડ ઉપર ટ્રાફિકની સ્થિતિ સર્જાઈ છે. મોરબીમાં અત્યારે અનેક જગ્યાએ રોડના કામ ચાલી રહ્યા છે. ઉપરથી મોરબીના રોડ- રસ્તા સાકળા હોય વાહનચાલકોને હાલાકી પડી રહી છે. તેવામાં તખ્તસિંહજી રોડ ઉપર પેવર બ્લોક અને સીસી રોડનું કામ કરવાનું હોવાથી શિવાની સિઝનથી નવયુગ ગાર્મેન્ટ સુધીનો રોડ ગઇકાલથી બંધ કરવામાં આવ્યો છે. જેના કારણે આજે સતત બીજા દિવસે રવિવારે સિવિલ હોસ્પીટલ - વિજય ટેાકીઝ- અયોધ્યા પુરી રોડ -રેલ્વે સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં વાહનોના થપ્પા લાગ્યા છે.